Sunday, August 9, 2009
ગ્લોબલ સર્વિસીસ ફર્મ કેપીએમજીનો રિપોર્ટ કહે છે કે વર્ષ ૨૦૧૨ સુધી આપણા દેશમાં હેલ્થકેર ઇન્ડસ્ટ્રી બે ગણી વધી જશે અને ૨૦૧૭ સુધી તેમાં ચાર ગણો વધારો થશે. આ રિપોર્ટ અનુસાર અહીંયાં આવકનું વધતું સ્તર, વસ્તીના બદલાતાં સ્વરૂપ અને બદલાતી જીવનશૈલીને કારણે થતી બીમારીઓ વધતાં હેલ્થકેર ઇન્ડસ્ટ્રીને ગતિ મળી છે. તેની સાથે જોડાયેલાં કેટલાંક તથ્યો આ પ્રકારે છે..- ભારતમાં હેલ્થકેર સેકટર સુધારાના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, જેને તીવ્ર આર્થિક વિકાસને કારણે ગતિ મળે છે. અહીંયાં આરોગ્ય સેવા સાથે જોડાયેલી મુખ્ય સંસ્થાઓ ઉપરાંત અન્ય સંસ્થાઓ જેમ કે ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ અને ચિકિત્સકીય ઉપકરણોના નિર્માતાઓના બજારમાં પણ નવી શકયતાઓ જોવા મળી રહી છે, જેમાં ઝડપથી રોકાણ આવી રહ્યું છે.- મહારાષ્ટ્રમાં હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે સૌથી વધારે ખર્ચ થવાનું અનુમાન છે. ૨૦૦૯-૧૩ના મઘ્યમાં મહારાષ્ટ્રમાં આ દિશામાં અંદાજે ૭ અબજ ૩૦ કરોડ ડોલર ખર્ચ થઈ શકે છે.- મણિપુર અને નાગાલેન્ડ જેવાં રાજયોમાં સ્વાસ્થ્ય સેવાઓનો બહુ ઝડપથી વિકાસ થઈ શકે છે. ત્યાં ૨૦૦૯-૧૩ દરમિયાન સ્વાસ્થ્ય સેવાઓ પર ખર્ચનો દર આઠ ટકાથી વધારે થઈ શકે છે.- ૨૦૦૬ના આંકડા અનુસાર યુપીમાં વ્યક્તિદીઠ પાંચ ડોલરથી પણ ઓછો ખર્ચ કરવામાં આવ્યો, જે ૨૦૦૯-૧૩ દરમિયાન ૨૫ ડોલર સુધી વધવાની અપેક્ષા છે.કેપીએમજીના ટ્રેન્ડ મોનિટરની ઇન્ડિયન હેલ્થકેર એડિશન કહે છે કે ભારતનાં દરેક રાજયોમાં સ્વાસ્થ્ય સેવાઓના મૂળભૂત માળખામાં ૨૦૦૯-૧૩ દરમિયાન દર વર્ષે સરેરાશ ૫.૮ ટકાના દરે વૃદ્ધિ થઈ શકે છે અને આ રીતે ૨૦૧૩ સુધી કુલ ખર્ચ ૧૪ અબજ ૨૦ કરોડ ડોલરથી વધુ થઈ શકે છે. ફંડા એ છે કે હેલ્થકેર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી તકનો લાભ એ દરેક વ્યક્તિએ ઉઠાવવો જોઈએ, જે મંદીથી તંગ આવી ગયા છે. આ ઇન્ડસ્ટ્રી ફાયદો કરાવવાની સાથે સાથે તેની સાથે જોડાયેલી દરેક વ્યક્તિને સ્થિરતા આપી શકે છે
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment